નડાબેટ: ૧૯૭૧ યુદ્ધમાં ભારત-પાક સરહદ પર અવિરત સંઘર્ષની કથા

નડાબેટનું ઐતિહાસિક મહત્વ

નડાબેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ છે. નડાબેટથી ભારત-પાકિસ્તાન બોર્ડર માત્ર 25 કિમી દૂર છે. પાકિસ્તાન આ બિંદુથી માત્ર 150 મીટર દૂર છે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે. નડાબેટના ઈતિહાસની વાત કરીએ તો ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બીએસએફ દ્વારા આ વિસ્તારમાં બહાદુરી અને શૌર્યનું અદભુત પ્રદર્શન કરી 1 હજાર ચો. કિમીથી વધારે પાકિસ્તાનની સીમામાં ઘુસીને તેના પર કબજો જમાવી દીધો હતો, જે બંને દેશ વચ્ચે થયેલી સિમલા સમજૂતી બાદ પાકિસ્તાનને પરત કરેલો, યુદ્ધમાં વપરાયેલા મિગ 27 વિમાન અને ટી 55 ટેન્ક અહીં પ્રદર્શન રુપે મુકવામાં આવી છે. તેથી નડાબેટ આધારભૂત રીતે ભારતીય સેનાનો અને તેમની વીરતાનો સાક્ષી થાય છે.

૧૯૭૧ યુદ્ધનું પરિચય: ભારત-પાક વચ્ચેનો તણાવ

૧૯૭૧ના વર્ષમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ૧૯૬૫ બાદ પાકિસ્તાને ફરી એક વખત ભારતના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય વિશ્વના નકશા પર વધુ એક દેશનો જન્મ થઈ ગયો પરંતુ સવાલ એ છે કે, પાકિસ્તાનના અસ્તિત્વમાં આવ્યાના માત્ર ૨૪ વર્ષ બાદ જ શા માટે તેના ટુકડા થઈ ગયા? શા માટે તેનો એક હિસ્સો તૂટીને બાંગ્લાદેશ બની ગયો? શું બાંગ્લાદેશના જન્મની કહાની ૧૯૭૧માં જ શરૂ થઈ હતી કે તેના બીજ પણ ૧૯૪૭માં જ રોપી દેવાયા હતા અને શું ભારત તે લડાઈમાં ફક્ત બાંગ્લાદેશની મદદ કરવા માટે કૂદ્યું હતું કે, તેના પાછળ અન્ય કોઈ ઉદ્દેશ્ય પણ હતો? તો વિજય દિવસ જેને બાંગ્લામાં ‘બિજોય દિબોસ’ પણ કહે છે.

૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા આ જંગમાં ભારતે અનેક ડિપ્લોમેટિક પરિમાણો પણ નિર્ધારિત કર્યા હતા. તેના દ્વારા ભારતે ફક્ત પૂર્વીય પાકિસ્તાનને પાકિસ્તાનના જુલમમાંથી મુક્ત જ નહોતું કરાવ્યું પરંતુ વિશ્વ સમક્ષ પોતાના નિર્ણયોની ધાક પણ મનાવ હતી. ડિસેમ્બર ૧૯૭૧માં પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થયું તે પહેલા બંને દેશ વચ્ચે શીત યુદ્ધ ચાલ્યું હતું. તે દરમિયાન ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ યુરોપ અને અમેરિકાની મુલાકાત લીધી હતી. તે સમયે અમેરિકા પાકિસ્તાનનું સમર્થન કરીને પોતાના ચીન સાથેના સંબંધો સુધારવા માગતું હતું. આ કારણે તેણે ભારતની વાત સાંભળવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેવામાં ભારતે સોવિયત સંઘ સાથે સહયોગ સંધિ કરી જેનો ફાયદો તેને ૧૯૭૧ના જંગમાં ખૂબ સારી રીતે મળ્યો. હકીકતે ભારત-પાક યુદ્ધ દરમિયાન એક સમયે અમેરિકા પાકિસ્તાનની મદદ માટે આગળ આવી ગયું હતું. તેણે જાપાન પાસે તૈનાત પોતાની નૌસેનાના સાતમા કાફલાને પાકિસ્તાનની મદદ માટે બંગાળની ખાડી તરફ મોકલી દીધો હતો. તેવામાં રશિયાએ ભારતની મદદ માટે પરમાણુ ક્ષમતાથી સજ્જ પોતાની સબમરીન અને વિધ્વંસક જહાજોને પ્રશાંત મહાસાગરમાંથી હિંદ મહાસાગર તરફ મોકલી દીધા હતા. તેવામાં અમેરિકી સેના પાકિસ્તાનની મદદ માટે ન પહોંચી શકી અને ૧૯૭૧ના જંગનું પરિણામ ભારતના પક્ષમાં આવ્યું.

નડાબેટ સરહદ: યુદ્ધનું કેન્દ્રબિંદુ

નડાબેટે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વિસ્તારમાં જ BSFએ પશ્ચિમથી આક્રમણ કરવાનો પ્રયાસ કરી રહેલા દુશ્મનને ન માત્ર રોક્યો, પરંતુ દુશ્મનની 15 ચોકીઓ પણ કબજે કરી લીધી. યુદ્ધ દરમિયાન, BSFએ નગરપારકર અને ડિપ્લો વિસ્તારોમાં પાકિસ્તાનના 1,038 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો. શિમલા કરાર પર હસ્તાક્ષર થયા બાદ આ વિસ્તાર પાકિસ્તાનને પરત કરવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાનની સરહદ ઉપર આવેલ નડાબેટ બોર્ડર પર ૧૯૬૫ના યુદ્ધ બાદ BSF તૈનાત કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી BSFના જવાનો ભારત-પાકિસ્તાનની સરહદ ઉપર આપણી માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે. દુશ્મન જ્યારે પાકિસ્તાન જેવો નાપાક દેશ હોય ત્યારે ભારત-પાકિસ્તાની સીમા ઉપર તૈનાત જવાનોની જવાબદારી ખૂબ જ વધી જાય છે. દુશ્મન દેશની દરેક નાપાક ચાલ ઉપર આપણા BSFના જવાનો હાથમાં બંદૂક લઈને આંખનો પલકારો કર્યા વગર બાજ નજરથી પાકિસ્તાનની સરહદ ઉપર નજર રાખી રહ્યા છે.

વીરતા અને ત્યાગની કથાઓ

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નડાબેટ ભારત-પાક બોર્ડર ભારતીય દળોને, ખાસ કરીને BSFને નોંધપાત્ર ટેકો આપવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. શૌર્યની જાણીતી વાર્તાઓ ઉપરાંત, આ પ્રદેશના ઘણા અસંખ્ય નાયકોએ ભારતની જીતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમિયાન નડાબેટ ભારત-પાક બોર્ડરની ભૂમિકા બહુવિધ હતી, જેમાં લશ્કરી વ્યૂહરચનાથી લઈને માનવતાવાદી રાહત સુધીનો સમાવેશ થાય છે. ૧૯૭૧ના યુદ્ધના પરિણામોએ તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને સમુદાયની ભાવનાને આકાર આપતા સરહદી વિસ્તાર પર કાયમી વારસો છોડી દીધો છે.

સ્મારકો અને સ્મરણો: શહીદોને શ્રદ્ધાંજલિ

નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે, તેઓના લાઇફ પર એક થીમ બનાવી છે. સૈનિકોના પૂતળા મુકવામાં આવ્યા છે. તેઓ બોર્ડર ઉપર જે પોતાની ફરજ બજાવતા હોય છે તે દ્રશ્યો લોકોને આ મ્યુઝિયમના માધ્યમથી જોવા મળે છે. તેમજ એક 500 લોકોની કેપેસિટીનું ઓડિટોરિયમ બનાવ્યું છે, જેમાં BSFના જવાનો દ્વારા ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. યુદ્ધમાં વપરાયેલા મિગ 27 વિમાન અહીં પ્રદર્શન રુપે મુકવામાં આવી છે. સીમા દર્શનમાં BSFની સંસ્કૃતિનું પ્રદર્શન અને બંદૂકો, ટેન્ક અને અન્ય અત્યાધુનિક ઉપકરણો જેવા શસ્ત્રોનું પ્રદર્શન પણ છે. કેટલીક પ્રવૃત્તિઓ અને જોવાલાયક સ્થળો જે પ્રવાસીઓ માટે અહીંયા છે.

નડાબેટ સરહદથી શીખવાની બાબતો

નડાબેટ સરહદ માનવતાના આદર્શોની રક્ષા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. સરહદ પરના અનુભવો સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વીર જવાનોની શહાદત અને એમની કામ પ્રત્યેની જવાબદારી આપણને ઘણું બધું શીખવી જાય છે. જીવનમાં શિસ્ત સાથે પોતાના દેશ માટે બલિદાન આપવાની ભાવના સમજાવે છે. નડાબેટ સીમાની સર્વાંગી સંપત્તિ અને ઐતિહાસિક મહત્વના સ્થળો દેશવાસીઓને સુરક્ષિત હોવાની અનુભૂતિ કરાવે છે.